Blog Image

સરગવો

શાકભાજીમાં સરગવો એટલે પ્રોટીન અને ખનીજનો ખજાનો. ભરપૂર પોષણયુક્ત સરગવાને તમે શાકભાજીનો રાજા ગણાવી શકો. સરગવો મુખ્યત્વે બે રીતે ખવાય છે. એક તો એની શિંગ, અને બીજાં એનાં પાંદડાં.

ઘણાને પ્રશ્ન થશે કે સરગવાની શિંગનું ચણાના લોટવાળું શાક ખાધું છે, સરગવાની બાફેલી શિંગો ખાધી છે, સરગવાની શિંગને સાંભાર કે કઢીમાં નાખીને ખાધી છે પરંતુ સરગવાનાં પાન ખાધાં નથી. સરગવાનાં પાન પોષણનો ભંડાર છે.

Continue Reading
Blog Image

સરગવાનાં પાનને કઈ રીતે ખાવાં જોઇએ?

નિષ્ણાતો કહે છે કે જે રીતે આપણે પાલકની ભાજીનો ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે આપણે સરગવાનાં પાનનો ઉપયોગ પણ કરી જ શકીએ.

સરગવાનાં પાન ચળતાં વાર લાગે છે અને એનો સ્વાદ ખાસ હોતો નથી.

Continue Reading
Blog Image

સરગવાનાં ફાયદા શું છે?

સરગવાની શીંગ અને પાન ખાવાથી વ્યક્તિને શું ફાયદા થઈ શકે છે એ જાણીએ નિષ્ણાત ડાયેટિશ્યન પાસેથી.

સરગવાનાં પાન અને સરગવાની શિંગ ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ, મેનોપોઝ ચાલતો હોય તેવી મહિલાઓ, ટીબીના દરદીઓ, રૂમેટોઇડ આર્થરાઈટીસના દરદીઓ, કોઈ પણ જાતની માંદગીમાંથી ઊભા થયા હોય તેવા લોકો માટે અકસીર સાબિત થઈ શકે છે.

Continue Reading

ડાયાબિટીસના દરદીઓ માટે પણ એ અત્યંત ફાયદાકારક છે.

સરગવો આંખને સતેજ બનાવે છે, હાડકાંને મજબૂત બનાવે છે.

જાતજાતનાં બેક્ટેરિયલ અને વાઇરલ ઇન્ફેક્શન સામે એ રક્ષણ પણ આપે છે; જેને કારણે ડેન્ગી, મલેરિયા, ચિકનગુનિયા કે સ્વાઇન ફ્લુ જેવા રોગોથી બચી શકાય છે.

સરગવો વેઇટલોસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે એ ખાવાથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે, પાચનક્રિયા સુધરે છે અને ફેટ્સ બળવાનું શરૂ થાય છે.

સરગવો કેન્સરના દરદીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે.

કારણ કે કેન્સરમાં કેમોથેરપી દ્વારા જે સાઇડ ઇફેક્ટ્સ વ્યક્તિને નડે છે એ સાઇડ ઇફેક્ટમાં સરગવાથી ઘણો ફાયદો થાય છે.

સરગવો ડિટોક્સિફિકેશન માટે પણ અત્યંત ઉપયોગી છે. એ શરીરમાં ફરતા નકામા કચરા જેને ફ્રી રેડિકલ્સ કહે છે, એને બાંધે છે અને શરીરમાંથી દૂર કરે છે. આથી ત્વચા અને વાળને થતું નુકસાન પણ અટકે છે.

સરગવાનાં આરોગ્ય લાભો.